શ્રી આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. મનુષ્યને જીવવા માટે ઇમરજન્સી સમયે લોહીની જરૂર પડે છે તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય અથવા તો બ્રેઈન ડેડ થઈ ચૂક્યું હોય તો અન્યને મૃત્યુ પામ્યા બાદ પણ ઉપયોગી થઇ શકે તે માટે અંગદાન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
શ્રી આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે આજે તા.૨૦/૧૨/૨૦૨૩ ના રોજ અંગદાન વિશે જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિલીપદાદા દેશમુખ દ્વારા નર્સિંગ તેમજ હોમીયોપેથીના વિદ્યાર્થીઓને અંગદાન વિશે અને શરીરના અંગોના મહત્વ વિશેષ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં. તેમજ જીવતા જીવ રક્તદાન અને મૃત્યુ બાદ અંગદાન અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. અંગદાન જાગૃતિ કાર્યક્રમમાં ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.