મોરબીની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ફાયર ટીમ દ્વારા ઉમા વિદ્યા સંકુલ સામાકાંઠે તથા શ્રી સરસ્વતી માધ્યમિક વિધામંદિર સંકુલ-શક્ત શનાડા ખાતે ફાયર સેફ્ટી જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉમા વિદ્યા સંકુલ સામાકાંઠે તથા શ્રી સરસ્વતી માધ્યમિક વિધામંદિર સંકુલ-શક્ત શનાડા ખાતે મોરબી ફાયર ટીમ દ્વારા ફાયર સેફ્ટી સેમિનાર યોજાયો હતો. જેમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે ધોરણ – 5 થી 8 નાં 750 થી વધુ વિદ્યાર્થીઓ અને શ્રી સરસ્વતી માધ્યમિક વિધામંદિર સંકુલ-શક્ત શનાડા પાસે આવેલ 405 થી વધુ વિદ્યાર્થીઓ સાથે મોરબી ફાયર ટીમ દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા લીડિંગ ફાયરમેન જયેશભાઈ ડાકી અને તેમની સમગ્ર ટીમ હાજર રહી આગ લાગે તો શું કરવું અને આગ ન લાગે તેના માટે શું કરવું જે અંગે સ્પષ્ટપણે માહિતી આપી લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તથા મોરબી ફાયર દ્વારા કેવી ટેકનોલોજીના સાધનો છે, તથા ફાયર આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે જે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ તકે મોરબી ફાયર ટીમ શાળામાં ઉપસ્થિત રહી તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવા બદલ બને શાળાના પ્રમુખો દ્વારા મોરબી ફાયર ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.