Tuesday, November 19, 2024
HomeGujaratઝૂલતા પુલ ટ્રેજેડી વિક્ટીમ એસોસીયેશન તરફથી હાઈકોર્ટમાં કેસ લડતા ધારાશાસ્ત્રીએ પીડિત પરિજનોને...

ઝૂલતા પુલ ટ્રેજેડી વિક્ટીમ એસોસીયેશન તરફથી હાઈકોર્ટમાં કેસ લડતા ધારાશાસ્ત્રીએ પીડિત પરિજનોને વિસ્તૃત માહિતી આપી

મોરબી ઝૂલતા પુલ દુર્ધટના બાદ 135 પૈકી 112 પીડિતો એ મળીને ટ્રેજેડી વિક્ટીમ એસોસિયેશન ની રચના કરી હતી જે એસોસિયશન દ્વારા હાઇકોર્ટમાં પોતાનો પક્ષ રાખવામાં આવે છે અને એસોસિયેશન દ્વારા પોતાની દલીલો રજૂ કરવા માટે ઉત્કર્ષ દવે નામના એડવોકેટ ને રોકવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં જ ઝૂલતા પુલ દુર્ધટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ને હાઇકોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી જેને લઈને ઝૂલતા પુલ દુર્ઘટના ના પીડિતો માં પણ સંતોષ ની લાગણી છવાઈ છે આ સાથે જ એસોસિયેશન ના દરેક લોકો હાઇકોર્ટ ખાતે પહોંચી શકતા નથી અને પોતાના વકીલ ને મળી શકતા નથી જેને લઇને પીડિત પક્ષ ના વકીલ ઉત્કર્ષ દવે એ મોરબી આવી ને એસોસિયેશન માં જોડાયેલા તમામ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી અને ઝૂલતા પુલ દુર્ધટના માં ચાલતી કાનૂની લડત વિશે વિસ્તૃત અને સરળ ભાષામાં સમજૂતી આપી હતી સાથે જ તેઓએ જે દલીલો કરી છે તે દલીલો ને પણ વિસ્તૃત રીતે સમજાવવા આવી હતી અને પીડિત પરિવારોને ન્યાય મળશે પરંતુ ધીરજ રાખવા માટે ધારાશાસ્ત્રી ઉત્કર્ષ દવે એ અપીલ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!