મોરબીમાં આપઘાત અને અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ત્રણ લોકોનાં અકાળે મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.
પ્રથમ બનાવમાં, વાંકાનેરનાં વણજારા ગામે રહેતા નીતાબેન ચોથાભાઇ વાઢેર નામના પરણિતાએ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે પોતાની મેળે ગળાફાંસો ખાઇ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને તપાસી મૃત જાહેર કર્યા હતા. તેમજ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, રાજસ્થાનનાં જોગાસર ગામ, સારણો કા તલા ખાતે રહેતા ચુનારામ સોનારામ નામનો ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો યુવક ગત તા-૧૯/૧૨/૨૦૨૩ નાં રોજ રાત્રીના સમયે લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે આવેલ શ્રી ગણેશ કોમ્પલેક્ષનાં પાર્કિંગમાં પોતાની ટ્રકની કેબિનમાં સુઈ ગયેલ બાદ બીજે દિવસે તા-૨૦/૧૨/૨૦૨૩ નાં રોજ સવારે આશરે સાડા આઠેક વાગ્યે તેને ઉઠાડતા ઉઠેલ નહિ અને મરણ ગયેલની શક્યતા જણાતા તેને જેઠારામ જુમ્મારામ ચૌધરી દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં, મોરબીના લાલપર ગામની સીમમા આવેલ કમાન્ડર સીરામીક કારખાનામા લેબર ક્વાટરમા રહેતો મૂળ ઝારખંડનો નરેન્દ્રભાઇ શિવનાથ ઝેરાઇ નામનો યુવક ગત તા-૨૦/૧૨/૨૦૨૩ ના રાત્રીના સમયે પોતાના રૂમ પર સુઇ ગયેલ હોય બાદ ગઈકાલે તા-૨૧/૧૨/૨૦૨૩ ના સવારના ઉઠારતા બેભાન હાલતમા હોય જેને મોરબી સરકારી હોસ્પીટલે પરિવારજનો દ્વારા ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવામાં આવી છે.