ટંકારા તાલુકાનાં નસીતપર ગામ પાસે આવેલા ડેમી-૨ ડેમમાંથી નીચાણવાસના ચેકડેમો ભરવા તેમજ ડેમી-૩ ડેમ ભરવા માટે આજે ડેમી-૨ના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવનાર છે. જેથી હેઠવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટમા નાયબ કાર્યપાલક ઈજનેર, ગુણવત્તા નિયમન અને પુર નિયંત્રણ પેટાવિભાગ, રાજકોટના ચેતવણી સંદેશમાં જણાવ્યા મુજબ, મોરબી જીલ્લાનાં ટંકારા તાલુકાનાં નસીતપર ગામ પાસે આવેલા ડેમી-૨ ડેમમાંથી ડેમના નીચાણવાસના ચેકડેમો ભરવા તેમજ ડેમી-૩ ડેમ ભરવા માટે આજે રોજ બપોરે ૧૨:૪૫ કલાકે ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવનાર છે. જેમાં ડેમમાંથી ૨૮૯૨.૦૦ કયુસેક પાણી છોડવામાં આવનાર છે. જેથી હેઠવાસમાં આવતા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર ગામ તથા મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જામનગરનાં જોડિયા તાલુકાનાં માવનુગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.