મોરબી તાલુકાના ઝીકીયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ ડેમમાં બે દરવાજા અડધો ફૂટ ખોલી ૮૭૮ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેથી હેઠવાસના ચેકડેમ ભરી શકાય ત્યારે ડેમમાંથી પાણી છોડવાનું હોવાથી લોકો નદીના પટમાં અવર જવર નહિ કરવાની સૂચના સેક્શન ઓફિસર ઘોડાધ્રોઇ દ્વારા આપવામાં આવી છે.
મોરબી તાલુકાના ઝિકયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ ડેમ ૮૦.૧૦ ટકા ભરાયેલ છે. ત્યારે ડેમની હેઠવાસના ચેકડેમ ભરવાના હોવાથી આજે રાત્રીના ૧૦:૦૦ વાગ્યે ડેમના બે ગેટ અડધો ફૂટ ખોલી ડેમ માંથી ૮૭૮ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ડેમના હેઠવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તેમજ માલ મિલકત અને માલઢોરને સલામત સ્થળે ખસેડવાની સૂચના ઘોડાધ્રોઇ ડેમ સેક્શન ઓફિસર દ્વારા આપવામાં આવી છે. જે બાબતે મોરબી કલેકટરને જાણ કરવામાં આવી છે. તેમજ નીચાણ વિસ્તારમાં આવેલ મોરબી તાલુકાના ચકમપર, ઝીકીયારી, જીવાપર, જેતપર(મચ્છુ), રાપર જ્યારે માળીયા મિયાણા તાલુકાના સાપર, સુલતાનપુર, માણાબા અને ચીખલી ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.