મોરબીમાં સરતાનપર રોડ પર મૃત ગાયને દાટવા માટે જેસીબી વડે ખાડો ખોદતી વખતે ગેસ લાઈન તૂટી જવા પામી હતી. તેથી પળવારમાં આગ ભભુકી ઉઠી હતી. જો કે દુર્ઘટના ન ઘટે તે માટે ગેસ કંપની દ્વારા ગેસ લાઈન અને પીજીવીસીએલ દ્વારા વીજ લાઈન બંધ કરી દેવામાં આવી હતી. અને તાત્કાલિક ધોરણે ગુજરાત ગેસ કંપની દ્વારા રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ હતી.
મોરબીનાં સરતાનપર રોડ ઉપર ગેસ લાઈન લીક થતા આગ ભભૂકી ઉઠવાની ઘટના બની હતી. મૃત ગાયને દાટવા માટે જેસીબી વડે ખાડો ખોદતી વખતે ગેસ લાઈન લિક થઈ હતી.જેથી આગ લાગવાની ઘટના બની હતી.જો કે ગુજરાત ગેસ કંપની દ્વારા રીપેરીંગ કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી.તેમજ મોટી દુર્ઘટના ન બને તે માટે ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઈન અને પીજીવીસીએલ દ્વારા વીજ લાઈન નો પાવર સમયસર બંધ કરી દેવામાં આવ્યો હતો.જોકે આગ માં કોઈ જાનહાની નો બનાવ બન્યો નથી પરંતુ જેના માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો તે ગાય નો મૃતદેહ અગન જ્વાળાઓ ને કારણે ક્ષેપ વિક્ષેપ હાલતમાં ફેરવાઈ ગયો હતો.