મોરબી જિલ્લામાં લૂંટ, ઘરફોડ ચોરી સહિતનાં ગુન્હાઓમ વધારો થઇ રહ્યો છે. જેને લઈ રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચનો કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ય / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ જિલ્લા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતો ફરતો આરોપી સમસુભાઈ મનજીભાઈ બારીયા (રહે.કોયાધરીયા તા.જી.જાંબુઆ (એમ.પી)) હાલે તેના રહેણાંક મકાને હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ તુરંત જ જાંબુઆ જિલ્લા ખાતે જવા રવાના થઇ હતી. અને ટીમ દ્વારા હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા આરોપી સમસુભાઈ મનજીભાઈ બારીયા કોયાધરીયા ગામ તેના રહેણાક મકાનેથી આજ રોજ મળી આવતા તેને હસ્તગત કરી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ. મુજબ ઈસમની અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.