ટંકારા રાજકીય ગરમાવો સૌથી મોટી ટંકારા ગામ પંચાયતનું બજેટ નામંજુર કુલ 13 સભ્યો અને સરપંચ મળી 14 માં એક સભ્ય ગેરહાજર તમામ કામો ખોરવાઈ જશે બીલ ચુકવણી અને અરજીઓ પેન્ડિંગ રહી. જો બજેટ મંજુર ન થાય તો પંચાયત બોડી બરખાસ્ત થઈ જાય.
ટંકારા તાલુકાની સૌથી મોટી પંચાયત પૈકીની ટંકારા ગામ પંચાયત ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કર્યું હતું જેમા 1થી 9 મુદાઓ મુક્યા હતા જેમા સૌથી અગત્યની બાબત 2024 – 25 નું અંદાજપત્ર નો સમાવેશ થતો હોય કુલ 13 સભ્યો અને સરપંચ મળી 14 માં એક સભ્ય ગેરહાજર રહેતા 13 માથી સાત સભ્યોએ બજેટ સહિત તમામ મુદાઓ પર ચર્ચા કરવાની બદલે સાત સભ્યો દ્વારા પંચાયતી કામકાજની નારાજગી દર્શાવી બજેટ નામંજુર કરતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરપંચ પેનલના પુરતા સભ્યો ચુટાયા ન હતા અને અપક્ષના ટેકે સરપંચ બોડી કામગીરી કરી રહી હતી ત્યારે સરપંચ પેનલના એક સભ્યે રાજીનામું આપી દીધું હતું અને આજે સરપંચ પેનલના એક સભ્ય ગેરહાજર રહેતા અન્ય સાત સભ્યો એકસંપ થઇ બજેટ નામંજુર કર્યુ છે.
વાત આટલેથી ન અટકતા આજની મિટીંગ મા ટોટલ નવ મુદામા જેમાં આવક જાવક બીલ અને અરજી સહિતના મુદાઓ ઉપર પણ સહમતિ ન બનતા એ પણ નામંજુર થયું છે હવે તાલુકા પંચાયત ખાતે આ અંગે રીપોર્ટ કરી નવી મિટીંગ માટે અરજી અથવા તો વધુ બે તક આપવામાં આવી શકે છે જો એમા પણ બજેટ મંજુર ન થાય તો પંચાયત બોડી બરખાસ્ત કરી ફરી ચુંટણી યોજાઈ શકે છે. હાલ તો આ મુદ્દે રાજકીય પંડિતો અનેક તોડજોડ થકી નારાજગી ડામવા અને લોકોના ટલે ચડેલ કામોને બહાલી આપવા મિટીંગના દોર શરૂ કર્યા છે.