હાલમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા વિવિધ કામગીરી લોકો સુધી પહોંચે તે માટેની તૈયારીઓ શરૂ કરાઇ છે. ત્યારે હવે “સેવાસેતુ” (તબક્કા-૯) કાર્યક્રમ (ગ્રામ્ય) શરૂ કરવા બાબતે માળીયા મી. મામલતદાર કચેરી દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જેમાં અધિકારીઓને જે તે વિભાગનુ બેનર લઈ આવવા સૂચના અપાઈ છે.
મળતી માહિતી અનુસાર, રાજય સરકારની સૂચના મુજબ રાજ્યના વહિવટમા પારદર્શતા વધે અને પ્રજાને સેવાઓ સ્થળ ઉપર મળે તે હેતુસર તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. સેવાસેતુ કાર્યક્રમના અગાઉના તબક્કાની સફળતાને ધ્યાને લઈ સેવાસેતુ કાર્યક્રમ તબક્કા-૯ (ગ્રામ્ય) તા.૧૫/૧૨/૨૦૨૩ થી શરૂ કરવાની કામગીરી હાથ ધરવા રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. જે અનુસંધાને માળીયા મી. મામલતદાર કચેરી દ્વારા સરવડ તથા ખાખરેચી ખાતે સેવસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં માળીયા મી.નાં મામલતદારના સુપરવિઝન હેઠળ તા.30-12-2023 ના રોજ સરવડ ક્લસ્ટર તથા તેની સાથે જોડાયેલ મોટીબરાર, રાસંગપર, સોનગઢ, નાની બરાર, જાજાસર, જસાપર, નવાગામ, વવાણીયા, ખીરસરા, કુંતાસી, નાના દહિસરા, બોડકી, વર્ષામેડી, મોટા દહિસરા, લક્ષ્મીવાસ, ચમનપર, ભાવપર, મેઘપર, ચાચાવદરડા, સરવડ, દેરાળા, મહેન્દ્રગઢ, તરઘરી, મોટાભેલા, બગસરા તથા નાનાભેલા ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. તેમજ તાલુકા વિકાસ અધિકારીનાં સુપરવિઝન હેઠળ તા.06-01-2023 ના રોજ ખાખરેચી ક્લસ્ટર તથા તેની સાથે જોડાયેલ વાધરવા, વિરવીદરકા, ખીરાઈ, હરીપર, ફતેપર, કાજરડા, ખાખરેચી, કુંભારિયા, ઘાંટીલા, વેજલપર, વેણાસર, રોહીશાળા, સુલતાનપુર, મંદરકી, માણાબા, ચીખલી તથા વરડુસર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં અધિકારીઓને દરેક વિભાગ તરફથી જે તે વિભાગનુ બેનર લઈ આવવા મામલતદાર દ્વારા સૂચના અપાઈ છે.