મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા બે સ્થળોએ રેઈડ કરી વર્લીફીચરનો જુગાર રમાડતા બે ઈસમોને પકડી પાડ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ચીત્રકુટ સીનેમા પાસે એક ઈસમ જાહેરમાં જુદા જુદા ગ્રાહકો સાથે સંપર્ક કરી વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમાડી રહ્યો છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી સવજીભાઇ નરશીભાઇ પરમાર નામના ઈસમને જુગાર સાહિત્ય તથા રોકડ રૂ.૨૧૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને મળેલ બાતમીનાં આધારે માળીયા વાગડીયા ઝાપાથી આગળ મેઈન બજારમા રેઇડ કરી શીવાભાઈ સુરેશભાઈ પરસોંડા નામના ઈસમને જાહેરમાં બોલપેન તથા ડાયરી વડે પૈસાની હારજીતનો વર્લીફીચરનો જુગાર રમી રમાડતા કુલ રૂ.૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.