મોરબી તાલુકાના જેતપર ગામ ખાતે અયોધ્યાથી આવેલ અક્ષરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગામ લોકોએ અક્ષત કળશનું સામૈયું કરી મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. અને ત્યાર બાદ રામજી મંદિર ખાતે સમૂહ આરતી કરવામાં આવી હતી.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું મોરબી તાલુકાના જેતપર મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અક્ષત કળશનું સામૈયું કરવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને નાના બાળકો ઉમટી પડયા હતા. શિવજી મંદિર થી રામજી મંદિર સુધી કળશની યાત્રા રાખવામાં આવી હતી. યાત્રા ૪ થી ૫ સુધી યોજાઇ હતી. તેમજ સાંજે ૫:૩૦ કલાકે રામજી મંદિરે સમૂહ આરતી કરવામાં આવી હતી.