મોરબી જિલ્લાના બેલા ભરતનગર શ્રી ખોખરા હનુમાન ધામ સેવા સમિતિ દ્વારા શ્રી સદગુરુ વાત્સલ્યવાટિકા (શિશુ ગૃહ) તથા શ્રી સદગુરુ કૃપા વાનપ્રસ્થાશ્રમ (વૃધ્ધાશ્રમ) નું ૩૦ ડિસેમ્બર 2023 ને સવારે ૦૯:૦૦ કલાકે ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવશે. તેમજ ૨૮ થી ૩૦ ડિસેમ્બર સુધી રાજ્ય સ્તરની શાસ્ત્રીય સ્પર્ધા અને અંતરીક્ષ વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવશે.
શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ સદગુરુ શ્રી કેશવાનંદ બાપુની ભજન ભૂમિ શ્રી સીતારામ બાપુ ની સાધના ભૂમિ તેમજ મહામંડલેશ્વર પૂજ્ય માં કનકેશ્વરીદેવીજીની પરમાર્થભૂમિમાં અખંડ ભજન તથા ભોજનનો સમન્વય સધાઈ રહ્યો છે. તેવી શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં માતા પિતા થી વિખૂટા પડી ગયેલા અસહાય બાળકોને આશ્રય તથા ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ સ્વસ્થ અને સંસ્કારમય જીવન પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ સાથે શ્રી સદગુરુ વાત્સલ્યવાટિકા (શિશુગૃહ) તથા સમાજમાં કોઈ કારણથી એકલા પડી ગયેલા વડીલોને વિના મૂલ્યે આશરો,પૌષ્ટિક ભોજન તથા સન્માન પૂર્વક જીવન મળી રહે તેવા ઉદ્દેશ સાથે બે કરોડના ખર્ચે વાનપ્રસ્થાનશ્રમ (વૃધ્ધાશ્રમ) નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ને શનિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવશે. તેમજ ૨૮ થી ૩૦ ડિસેમ્બર સુધી રાજ્ય સ્તરની શાસ્ત્રીય સ્પર્ધામાં સ્ટેટ લેવલે શાસ્ત્રીક કોમ્પિટીશનનું તેમજ ત્રી દિવસીય વિક્રમ સારાભાઈ અંતરીક્ષ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તા.૨૯/૧૨/૨૦૨૩ ના રોજ રાત્રે ૦૯:૩૦ કલાકે કિર્તીદાન ગઢવી, ખુશાલીબેન બક્ષી તથા સાથી કલાકારો દ્વારા ભજન સંધ્યામાં લોકોને ડોલાવામાં આવશે. જ્યારે તા.૩૦/૧૨/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાકે ભોજન પ્રસાદ યોજવામાં આવશે તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેમ નિમંત્રણ શ્રી ખોખરા હનુમાનધામ સેવા સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે.