મોરબીમાં વાહન ચોરીનાં બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગત તારીખઃ-૧૫/૧૨/૨૦૨૩ ના રાત્રીના સમયે જોધપર નદી ગામ હનુમાનજી મંદીર પાસેથી કોઈ અજાણ્યા ઈસમો ટ્રેક્ટરની ટ્રોલી ચો જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદનાં આધારે પોલીસે ગણતરીની કલાકોમાં આરઓઈની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં બોની પાર્ક સોસાયટી ગોકુલ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૨૦૨ ખાતે તથા જોધપર નદી ગામે રહેતા ગૌતમભાઇ વલમજીભાઇ રાજપરાના પિતા વલમજીભાઇ ગોરધનભાઇ રાજપરા ગત તારીખઃ-૧૫/૧૨/૨૦૨૩ ના રાત્રીના સમયે જોધપર નદી ગામ હનુમાનજી મંદીર પાસે દીલીપભાઇ ગોરધનભાઇ દેસાઇના ખુલ્લા પ્લોટમાં પોતાની GJ-03-AY-1307 નંબરની ટ્રેક્ટરની ટ્રોલી પાર્ક કરેલ હોય જે કોઇ ચોર ઇસમ પોતાના કોઇપણ પ્રકારના વાહન સાથે જોડી ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે ગૌતમભાઇ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેને લઈ પોલીસે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ચોરાયેલ ૧૦૦ ફુટના માપની બે વ્હીલ વાળી દુધીયા રંગની ભારત ટ્રેલર લજાઇ લખેલી ટ્રેક્ટરની ટ્રોલીની શોધખોળ હાથ ધરી ગણતરીની કલાકોમાં અકલેશભાઈ બાબુભાઈ મછાર નામના ઈસમને ચોરાયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.