ભારતમાં દર વર્ષે 25 ડિસેમ્બરનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જ તારીખે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનો જન્મદિવસ પણ છે. તેથી વાજપેયીના નેતૃત્ત્વ તથા સમાજને એમણે આપેલા યોગદાન બદલ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સત્તા સંભાળી ત્યારથી દર વર્ષની 25 ડિસેમ્બરનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવે છે. જેની આજરોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી -લક્ષ્મીનગર ખાતે ઉજવણી કરવાં આવી હતી.
આજરોજ તા. 25 ડિસેમ્બર, એટલે ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીજીની જન્મ જ્યંતીને દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપ દ્વારા આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી -લક્ષ્મીનગર ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જીલ્લા ભાજપના મહામંત્રી કે એસ અમૃતિયા અને જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ હિરાભાઈ ટમારીયા, જીલ્લા ભાજપ મંત્રી નિરજભાઈ ભટ્ટ, સહિતના જિલ્લા ભાજપના તમામ હોદેદારો જિલ્લા અને તાલુકાના તેમજ મોરચાના તમામ હોદેદારો તેમજ ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તેમજ આ કાર્યક્રમમાં જેઠાભાઇ અને કે એસ અમૃતિયા દ્વારા અટલજીના જીવન વિશે વિગતવાર ઝીણવટપૂર્વક વાત કરવામાં આવી હતી, આર્યાવત સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી પ્રશાંતભાઈ ગોરીયા અને રમેશભાઇ કૈલા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરી અટલજીના જીવન વિશેની એક ડોક્યુમેન્ટરી રજૂ કરી એમના જીવન વિશે ઉપસ્થિતોને વધુ માહિતગાર કરવામાં આવ્યા હતા.