Thursday, November 28, 2024
HomeGujaratસાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે આઠમો તુલસી દિવસ ઉજવાયો

સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે આઠમો તુલસી દિવસ ઉજવાયો

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી સાર્થક વિદ્યા મંદિરમાં દર વર્ષની માફક આ વર્ષે 25 ડિસેમ્બરે તુલસી દિવસની ઉજવણી કરી હતી જેમાં શાળા દ્વારા બાળકોને તુલસીના છોડના ધાર્મિક મહત્વની સાથે સાથે આર્યુવેદિક ઉપયોગિતા વિશે સમજણ આપી હતી તેમજ વાલીઓને તુલસીના રોપાનું વિતરણ કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

તુલસી દિવસની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયાના વપરાશ અંગે સભાનતા કેળવવા માટેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. અને શિક્ષકો વચ્ચે તુલસી જ્ઞાન સ્પર્ધા પ્રશ્ન મંચનું આયોજન થયું હતું. તેમજ ધોરણ આઠના વિદ્યાર્થીઓના વાલીઓ વચ્ચે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું જેમાં નિર્ણાયકની ભૂમિકામાં અશ્વિનભાઈ બરાસરા અને સત્યરાજસિંહ જાડેજા રહ્યા હતા. દર વખતેની જેમ આ વખતે પણ વિવિધ ક્ષેત્રોમાં સમાજ સેવા સાથે સંકળાયેલ લોકોનું તુલસી સન્માન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું. આ વખતે સંત દેવીદાસ ગ્રુપ (વલ્લભભાઈ અઘારા અને ટીમ) તેમજ ધીરુભાઈ ચાવડા (આહીર) નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં હાથ બનાવટની વસ્તુઓ, લાકડાની વસ્તુઓ ,કાપડની થેલીઓ, આયુર્વેદિક દવાઓ અને ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ કરાયું હતું. જયારે તુલસીના રોપાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ દ્વારા વૈદિક પેરેન્ટિંગ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્ટેજ કાર્યક્રમ પૂરો થયા પછી ઓપન માઈકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 20 થી વધુ નાના મોટાઓએ પોતાના વાત વિચારો રજૂ કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!