મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રામકુવા સામે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર બંધ પડેલ આઇસર રીપેર કરતા યુવકની આઇસર પાછળ પુરપાટ ઝડપે જતું ટેન્કર ભટકાતા આઇસર રીપેર કરી રહેલ યુવક સહીત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં બિલાલી મસ્જિદ પાસે વીસીપરામાં રહેતા સાબિરભાઇ સલિમભાઇ ચાનીયા તથા તેના સાથી મોરબી વાંકાનેર હાઇવે રોડ પર GJ-03-AT-4926 નંબરનું આઇસર બંધ પડી જતા તેઓને ચાલુ કરવા અંગે રીપેરીંગ કરતા હોય ત્યારે GJ-12-BT-7650 નંબરનાં ટેન્કરના ચાલકે પુરઝડપે અને બેફીકરાયથી ગફલતભરી રીતે ચલાવી આવી સાબિરભાઇ તથા સાહેદ બંધ પડેલ આઇસર રીપેરીંગ કરતા હતા તે આઇસર ગાડીમા પાછળના ઠાઠામા આવી ભટકાડી આઇસર તથા ત્યા પડેલ બે મોટરસાઈકલ તથા સાબિરભાઇ તથા સાહેદને રોડ ઉપર ફંગોળી દેતા આઇસરમા તથા મોટરસાઈકલમા નુકશાની કરી સાબિરભાઇને માથામા ગંભીર ઇજા કરી તથા સાહેદ દાનાભાઇને પગમા ફેક્ચર જેવી તથા શુભમભાઇને શરીરે નાની મોટી ઇજા પહોંચાડતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.