મોરબીમાં રીલીફનગર વિસ્તારમાં ગટરો ઉભરાઈને ઘરોમાં ગટરોનું પાણી આવે છે. તેમજ બદબુદાર પાણી સોસાયટીના રોડ ઉપર ઉભરાયને ભરાય છે. જેની વહેલી ટકે સાફસફાઈ કરાવવામાં આવે તેવી માંગ સાથે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારમાં મહાદેવનું મંદિર આવેલ હોય ત્યાં જ ગટરનું પાણી ભરાયેલ રહેવાથી હિન્દુઓની લાગણી દુભાતી હોય જેને લઇ લાગતા વળગતા કર્મચારીઓને સૂચન કરી સાફ-સફાઈ કરાવવામાં માંગ કરવામાં આવી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરીયા,સેતા ચિરાગ મનોજભાઈના જણાવ્યા અનુસાર, મોરબીમાં રીલીફનગર બ્લોક નં.-૩૦ થી ૪૦ / ૭૩ થી ૮૦ વચ્ચેની ગટરો ઉભરાઈને ઘરોમાં ગટરોનું પાણી આવે છે. તેમજ બદબુદાર પાણી સોસાયટીના રોડ ઉપર ઉભરાયને ભરાય છે. જેને લઇ છેલ્લા ૩ થી ૪ માસથી વારંવાર સોસાયટીની મહિલાઓ દ્વારા બાબતની સામાકાંઠે કુળદેવીની સામે આવેલ ડેનેજની ઓફીસે રજૂઆત કરવામાં આવી હતી. પરંતું કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરાયો છે. આ વિસ્તારમાં જ યોગેશ્વર મહાદેવનું મંદિર આવેલ હોય જ્યાં ભકતો દિવસ દરમ્યાન દર્શન અર્થે જતા હોય ત્યારે રસ્તામાં ઉભરાતી ગટરોના ગંદા પાણીના લીધે લોકોને ગંદાપાણીમાં પગ મુકીને પસાર થવું પડે અને તેથી મંદીર જવામાં હાલાકીનો સામનો કરવો પડે છે અને આજુબાજુના રહેઠાણ એરીયામાં પણ રહેતા સોસાયટીના લોકોને પણ ઘરમાં પાણી ભરાય જાય જાય છે અને અતીસય દુર્ગંધ મારે છે. તેથી રોગચાળાનો ભય સ્થાનિકોમાં ફેલાંતેલો રહે છે. અને ભુગર્ભ ગટર બ્લોક થઈ ગયેલ હોય જે સાફ કરાવો તેના લીધે જ ગટરનું પાણી રોડ ઉપર આવે છે. તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી-માળિયા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દર અઠવાડીયે મોરબી નગરપાલીકામાં કર્મચારીઓની સાથે મીટીંગ યોજે છે. તેમ છતાં હજુ સુધી મોરબીની એક પણ સમસ્યાનો નિકાલ થયેલ ન હોવાનો આક્ષેપ સમાજસેવકો દ્વારા કરાયો છે. અને આ બાબતમાં ૪ દિવસમાં જો ભુગર્ભ ગટરનો નિકાલ નહીં કરવામાં આવે તો મોરબી નગરપાલીકાની અંદર ગટરના પાણી અહીંના સોસાયટીના લોકોને સાથે રાખીને ગંદા પાણી નગરપાલીકાની ચેમ્બરમાં ઠલાવવામાં આવશે અને હલ્લાબોલ કરવામાં આવશે, તેવી સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરીયા,સેતા ચિરાગ મનોજભાઈ દ્વારા ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.