મોરબી તાલુકાના બગથળા ગામ નજીક આવેલ ફેકટરીમાં ચૌદ દિવસ પહેલા બોઈલર રીપેરીંગ કરતી વેળાએ બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી. જે દુર્ઘટના સમયે કંપનીના પાર્ટનર સહિતના 3 વ્યક્તિ સ્થળ પર હાજર હોય અને બોઈલર ફાટતા આગ ફાટી નીકળી હતી. જેમાં દાઝી જતા ગંભીર ઈજાને પગલે બે યુવાનના કરુણ મોત થયા હતા. તો એક સુપરવાઈઝરને ઈજા પહોંચતા મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયાની માહિતી પ્રાપ્ત થઇ હતી. જે ત્રીજી વ્યક્તિનુ આજરોજ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીના બગથળા ગામમાં આવેલી એવા સિંથેટિક નામની ફેકટરીમાં આગ લાગી હતી. બોઈલર ફાટતાં કારખાના આગ લાગી હતી. ઘટનામાં બે લોકોના મોત થયા જયારે એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેનું આજે ચૌદ દિવસ બાદ સારવાર દરમિયાન મોટ નીપજ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, વિપુલ ધોરી અને હિતેશ ડેડકિયાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રીજા વ્યક્તિ નીતિન ધામેચા ૭૦% દાજી જતાં તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં આજે ચૌદ દિવસ બાદ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.