Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ શાળાની બાળાઓને ફિલ્મદર્શન- ભોજન કરાવી...

મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ શાળાની બાળાઓને ફિલ્મદર્શન- ભોજન કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી

મોરબીનું યંગ ઈન્ડિયા ગ્રૂપ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.યંગ ઇન્ડિયા ગ્રુપે એક અલગ ચીલો ચાતરી જન્મ સાચા અર્થમાં જન્મદિવસની ઉજવણી કેવી રીતે થાય? એની સમજ આપી છે.યંગ ઈન્ડિયા ગ્રૂપના કાર્યકર્તાઓ પોતાના જન્મદિનની ઉજવણી માત્ર પોતાના પરિવાર પૂરતી મર્યાદિત ન રાખતા જરૂરિયાતમંદો માટે સલ્મ વિસ્તારમાં વસતા પરિવારોને ભોજન કરાવી જન્મદિનની ઉજવણી કરતા હોય છે.

- Advertisement -
- Advertisement -

તેમજ યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વેલેન્ટાઈન ડે ને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવા ગરીબ બાળકોને મોંઘી ગાડીઓમાં જોય રાઈડ કરાવવી, સંકલ્પ નવરાત્રી મહોત્સવ,રક્તદાન કેમ્પ, ગરીબ પરિવારો માટે દવા આપવી, ગીતા જ્ઞાન કસોટી, મેડિકલ કેમ્પ, કુદરતી કે માનવ સર્જીત આપત્તિઓ વખતે રસોડા ચલાવી ભોજન પૂરું પાડવું, લોકોને રેસ્ક્યુ કરવા,યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત સેલિબ્રિટી, મોટી વેંશનલ સ્પીકરને બોલાવી લોકોને જીવન જીવવાની કળા શીખવવી,વકતૃત્વ સ્પર્ધા,કોરોના કાળ દરમ્યાન કોવિડ સેન્ટર વગેરે જેવા ૨૦૦ થી વધુ સેવાકીય પ્રકલ્પો દ્વારા જન જન સુધી પોતાની સેવાની સુવાસ પહોંડી છે ત્યારે યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર અને ફાઉન્ડર દેવેનભાઈ રબારીએ પોતાના જન્મદિવસ નિમિત્તે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ધો.6 થી ૮ ની ૧૫૦ જેટલી બાળાઓને હરી ૐ હરી ગુજરાતી ફિલ્મ દર્શન કરાવ્યું હતું.અને બાળાઓને ભાવતા ભોજન કરાવ્યા હતા. બાળાઓ શાળાએથી સ્કાય મોલ સુધી લાવવા લઈ જવા માટે સીટી બસની સુવિધા પૂરી પાડી હતી. ફિલ્મ દર્શન કરી બાળાઓ ખુબજ ખુશ થઈ હતી.અને દેવેનભાઈને રિટર્ન ગિફ્ટ આપી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!