Wednesday, November 27, 2024
HomeGujaratહળવદ કોર્ટ બહાર ખેલાયેલા ખૂની ખેલમાં પિતા પુત્ર વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ:પ્રેમ પ્રકરણ...

હળવદ કોર્ટ બહાર ખેલાયેલા ખૂની ખેલમાં પિતા પુત્ર વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ:પ્રેમ પ્રકરણ કારણભૂત

હળવદની કોર્ટમાં ગઈકાલે મુદ્દતે આવેલા દેવળીયાના બે સગા ભાઇઓને મોતને ઘાટ ઉતારી દેવાના પ્લાન સાથે હુમલો કરવામાં આવ્યો હતો. બંને ભાઇઓ કોર્ટે મુદ્દતે આવ્યા હોવાની પહેલેથી જ જાણ હોય આરોપીઓ કોર્ટની બહાર ઊભા હતા. બંને બાઇક લઇને જેવા બહાર આવ્યા એટલે ઈસમોએ યુવકો પર છરી વડે હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સ્થળ પરથી નાશી છૂટ્યા હતા. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, જામનગરમાં ગોકુલનગર સાયોના શેરી નંબર-૨ નાગજીભાઈ સુરેશભાઈ ધારવીયાના મકાનામા ભાડેથી રહેતા મૂળ મોરબીનાં પ્રદ્યુમનસિંહ દશરથસિંહ ઉર્ફે દશુભા પરમાર નામના યુવકે હળવદનાં જુના દેવળીયા ગામના રાજેશભાઈ ઉફે મુન્નાભાઈ મનજીભાઈ ભોરણીયાની દીકરી તુલસી સાથે પ્રેમલગ્ન કરેલ હોય તેનાથી નારાજ થઈ આ બાબતની અદાવત રાખીને પ્રદ્યુમનસિંહ પરમાર તથા પંકજસિહ દશરથસિહ પરમાર હળવદ કોર્ટની મુદત પૂરી કરી મોટરસાઈકલ લઈ જતાં હતા. ત્યારે રાજેશભાઈ ઉફે મુન્નાભાઈ મનજીભાઈ ભોરણીયા તથા પ્રેમ ઉફે કાનો રાજેશભાઈ ઉફે મુન્નાભાઈ ભોરણીયાએ જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે હુમલો કરેલ ફરિયાદી પ્રદ્યુમનસિંહને ડાબી બાજુ પેટના પડખામાં છરીના બે ઘા તથા પીઠના ભાગે એક ઘા લાગ્યો હતો. જયારે ફરિયાદીના ભાઈ પંકજસિહ દશરથસિહ પરમારને પણ પેટના ભાગે તથા શરીરે બંને જણાએ છરીના ઘા મારી ઈસમોએ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને રાજેશભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે પિસ્તોલ બતાવી ફાયરીગ કરવાનો પ્રયત્ન કરતા જે ફરિયાદીએ ઝૂટવી લેતા બન્ને આરોપીઓ સ્થળ પરથી નાશી છૂટ્યા હતા, જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી આરોપીઓ ને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!