31 ડિસેમ્બરને લઈ રાજ્યભરમાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે વિવિધ શહેરોમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ ગઈકાલે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી બે ઈસમોની અટકાયત કરી હતી.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટિમ દ્વારા બાતમીનાં આધારે મોરબી–ર સામાકાંઠે, લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેઇટ પાસે, રોડ ઉપર રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી દિગ્વિજયસિંહ મહિપતસિંહ જાડેજા (રહે.મોરબી લક્ષ્મીનારાયણ સોસાયટી, ઓમ રેસીડન્સી,ફલેટ ન.૪૦૧ સામાકાંઠે મુળ ગામ-પ્રભુજી પીપળીયા તા.કાલાવાડ જી.જામનગર)ને એક પ્લાસ્ટિકની મીણીયાની કોથળીમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કી/સ્કોચની કુલ ૧૮ બોટલોનાં રૂ.૨૦,૬૨૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજા દરોડામાં, મોરબી એલ.સી.બી.ની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળી હતી કે, પીપળી ૮-એ નેશનલ હાઇવે, ટીંબડી ગામના પાટીયા સામે, શિવશકિત એન્ટરપ્રાઇઝ, નામની ઓફિસમાં વિદેશી દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો છે. જે હકીકતના આધારે એલ.સી.બી. ની ટીમે સ્થળ પાર રેઇડ કરી આરોપી કિર્તીભાઇ કનુભાઇ વરાળિયા (રહે.જુની પીપળી 8-એ નેશનલ હાઇવે, ટીંબડી ગામના પાટીયા સામે, શિવશકિત એન્ટરપ્રાઇઝ, નામની ઓફિસમાં મુળગામ-હડદડ, રામજી મંદિર પાસે, તા.જી.બોટાદ)ને અલગ – અલગ બ્રાન્ડની 30 બોટલ જેની કિંમત રૂ.17,500 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.