૩૧ડિસેમ્બર ને અનુસંધાને મોરબી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી ને વાહન ચેકીંગ તેમજ હિસ્ટ્રી શિટરો નુ ચેકીંગ કર્યું હતું.તેમજ નિયમોનો ઉલાડિયો કરતા અનેક વાહનો પણ ડીટેઇન કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ના આદેશ મુજબ ૩૧ ડિસેમ્બર ને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આજે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં મુખ્યમાર્ગો પર પોલીસે ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.તેમજ પોલીસે હિસ્ટ્રી શીટરો ને ચેક કરી અને અનેક વાહનો પણ ડીટેઈન કર્યા હતા.તેમજ મોરબી જિલ્લામાં છ જેટલી પોલીસ ચેકપોસ્ટ ચાલુ છે ત્યાં પોલીસ કર્મચારીઓ ની સંખ્યા વધારવામાં આવશે અને શહેરમાં પ્રવેશ અને બહાર નીકળતા માર્ગો પર સઘન વાહન ચેકીંગ પણ કરવામાં આવશે.તેમજ દરેક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવી અને અન્ય લોકોને મુશ્કેલી ન થાય તે રીતે ઉજવવા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી.