Thursday, November 28, 2024
HomeGujaratમાળીયા મી.ના અણીયારી ટોલનાકા પાસેથી ગૌરક્ષકોએ ૧૨ પાડા લઈને કતલખાને જતી ગાડી...

માળીયા મી.ના અણીયારી ટોલનાકા પાસેથી ગૌરક્ષકોએ ૧૨ પાડા લઈને કતલખાને જતી ગાડી ઝડપી પાડી

મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના મોરબી,વિરમગામ અને ચોટીલાના ગૌરક્ષકોને માહિતી મળી હતી કે તુફાન ગાડીમાં જીવને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસને સાથે રાખીને માળીયા મી.ના અણીયારી ટોલનાકા પાસે ગાડી નં GJ.05.BZ.9347ને ઉભી રાખી ચેક કરતા ૧૨ પાડા તેમજ ગાડીમાં સવાર બે લોકોની અટકાયત કરી પોલીસને સોંપ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના મોરબી,વિરમગામ અને ચોટીલાના ગૌરક્ષકોને માહિતી મળી હતી કે તુફાન ગાડીમાં જીવને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જે તુફાન ગાડી કચ્છ સામખીયારી બાજુથી માળીયા હળવદ થઈને અમદાવાદ તરફ ઢોર બજારમા જવાની છે. જે ગાડી નં GJ.05.BZ.9347 બ્લુ કલરની તાલપત્રી ફુલ પેક કરેલી હોય એવી માહિતીને આધારે ગૌરક્ષકો એ વોચ રાખી હતી. જે તુફાન ગાડી પસાર થતાં તેની પાછળ પીછો કરીને પોલીસ સ્ટાફને સાથે માળીયા અણીયારી ટોલનાકા ટપીને ગાડીને ઉભી રાખી હતી. ગાડી અંદર ચકાસણી કરતા કોઈ ગાડીની પાસ પરમીટ કે ઘાસ પાણીની સુવિધા વગર અને કુર્તાપૂર્વક દોરડાથી હલી ચલીના શકે તેવી હાલતમાં ૧૨ પાડા જોવા મળી આવ્યા હતા. જે ડ્રાઇવરને અને આરોપીને પૂછપરછ કરતા તેને જણાવેલ કે અમદાવાદ ઢોર બજારમાં કતલખાને લઈ જઈ રહ્યા છે. ડ્રાઇવર અને તેની સાથેના એક વ્યક્તિને ગાડી અને જીવ નંગ ૧૨ને પોલીસને સોંપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં મોરબી ચોટીલા અને વિરમગામના વિવિધ સંથાઓના ગૌરક્ષકો જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!