મોરબીના શહેરના ટ્રાફિક થી ધમ ધમતા માર્ગ પર કાર ચાલક બેફામ બન્યો હતો. શહેરના છાત્રાલય રોડ પર કારે ઘર બહાર પાર્ક કરેલ બે બાઈકને હડફેટે લીધા હતાં. આજુ બાજુના વિસ્તારોમાં ૧૧ જેટલી સ્કૂલો આવેલ છે અને રોજ અહીંથી હજારો વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોય છે. તેમ છતાં કાર ચાલકો બેફામ બનતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાર નંબર ને આધારે તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરના ટ્રાફિક થી ધમધમતા માર્ગ ઉપર કાર ચાલક બેફામ બન્યું છે શહેરના છાત્રાલય રોડ ઉપર ઘર બહાર પાર્ક કરેલ બે બાઈક ને કાર ચાલકે લીધા હતા આ વિસ્તારમાં આજુબાજુમાં વ્યાજ જેટલી સ્કૂલો પણ આવેલી છે જ્યાં હજારો વિદ્યાર્થીઓની અવર જવર રહે છે. ત્યારે i20 કાર ગાડી નં GJ-36-R-4111 વાળા અક્સ્માત સર્જ્યો છે. એક બાઈકનો કડૂસલો બોલી ગયો છે. જ્યારે કારના આગળના ભાગમાં પણ ભારે નુકશાન થયું છે. સદનસીબે કોઈને જાનહાની થવા પામી ન હતી. પરંતુ જો કોઈ વ્યક્તિ હડફેટે ચડે તો બચવું મુશ્કેલ હોય તેવો અક્સ્માત સર્જાયો હતો. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાર નંબરને આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.