ટ્રક ચાલક દ્વારા અકસ્માત સર્જાતાંના બનાવો વધી રહ્યા છે. ત્યારે ટ્રક ચાલક દ્વારા અકસ્માત સર્જવાના કેસમાં ૧૦ વર્ષની સજાની કાયદો લાવતા મોરબી ટ્રક ચાલકો દ્વારા તેનો વિરોધ કરવાના આવ્યો હતો. મોરબી ટ્રક ચાલકો એ હડતાલ પર ઉતરી ટ્રાફિક જામ કર્યો હતો. મોરબી જિલ્લા ટ્રાફિક અને મોરબી તાલુકા પોલીસ દ્વારા રસ્તો ક્લીઅર કરાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબીમાં ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા છે. ટ્રક ચાલકો દ્વારા સર્જાયેલ અકસ્માતમાં ૧૦ વર્ષની સજાના કાયદાના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે. શહેરના રવિરાજ ચોકડી પાસે રોડ પર ટ્રકો ઉભા રાખી હડતાળ પર ઉતરી કાયદાનો વિરોધ નોંધાવ્યો છે. ટ્રક ચાલકો હડતાલ પર ઉતરતા ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. ત્યારે મોરબી જિલ્લા ટ્રાફિક અને મોરબી તાલુકા પોલીસની ટીમે રસ્તો ક્લીઅર કરાવવા કવાયત હાથ ધરી હતી.