હળવદ નગરપાલિકાના રાજમાં દબાણખોરોનો રાફડો: શહેરમાં તમેજ સોસાયટી વિસ્તારમાં હજારો ફૂટ દબાણ થયું હોવાની રાવ:શું આટલું દબાણ થાય તંત્રના ધ્યાને નહીં હોય કે પછી તંત્રની રહેમ નજર? લોકો માં ચર્ચા નો વિષય
હળવદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સરા ચોકડી થી લઈને મેઈન રોડ, સોસાયટી વિસ્તારમાં હાઈવે રોડ પર વગેરે કીંમતી સરકારી જગ્યા પર ઠેર ઠેર જગ્યાએ દબાણો ખડકી દેવામાં આવ્યા છે,
નગરપાલિકા કીંમતી જમીન પર દબાણકારો દ્વારા પતરાં વાળી દુકાનો ઉભી કરી ભાડા પેટે વેપારી પાસેથી ભાડા ઉધરાવી રહ્યા છે
હળવદ સરા ચોકડી ખાતે આવેલ સીટી સ્કેન વાળી શેરી પાસે અમુક તત્વો એ દબાણ કરતાં હોસ્પિટલે જવામાં આવવામાં દદીઓ ને પારાવાર મુશ્કેલી પડતી રસ્તો બંધ કરી વચ્ચોવચ અડીગો જમાવી દબાણ કરાતા તેને ધ્યાનમાં લઈ ગેરકાયદેસર ખડકેલા દબાણ હળવદ પોલીસે દૂર કરાવ્યા હતા કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર હળવદના પીએસઆઇ કે એચ અંબારિયા તથા સ્ટાફ તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર દબાણો દૂર કરી દબાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને કોઈની પણ શેહશરમ રાખવામાં નહીં આવે તેવું હળવદ પીએસઆઇ કે એચ અંબાણીએ જણાવ્યું હતું આજુબાજુના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, તાત્કાલિક ધોરણે આજુબાજુની દબાણ વાળી જગ્યા ખુલી કરાવી હતી.