Saturday, May 18, 2024
HomeGujaratમાળીયા મી.નાં ઇગ્લીંશ દારૂના ગુનામાં છેલ્લા અગીયાર માસથી નાસ્તો ફરતો આરોપી વાપીથી...

માળીયા મી.નાં ઇગ્લીંશ દારૂના ગુનામાં છેલ્લા અગીયાર માસથી નાસ્તો ફરતો આરોપી વાપીથી ઝડપાયો

રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા માળીયા મી. પોલીસ સ્ટેશનના ઇગ્લીંશ દારૂના ગુનામાં છેલ્લા અગીયારેક માસથી નાસતા ફરતા આરોપીને વાપીથી પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ઉચ્ચઅધિકારીઓની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા સારુ પ્રયત્નશીલ હોય દરમ્યાન તેઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, માળીયા મી.નાં ઇગ્લીંશ દારૂના ગુનાનો નાસતો ફરતો આરોપી રમેશભાઇ મેઘજીભાઇ માણોદરા (રહે. વાપી, ચલા વિસ્તાર,જી. વલસાડ) તેના ઘરે હોવાની ચોકકસ હક્કિત મળેલ હોય જે હક્કિતનાં આધારે મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ટીમ બનાવી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી રમેશભાઈ મેઘજીભાઇ માણોદરા મળી આવતા તેને હસ્તગત કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબનાં ગુનામાં ઈસમની અટક કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા મી. પોલીસને સોંપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!