માળિયા(મી.) તાલુકાની નાના દહીંસરા ગ્રામ પંચાયતના સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. સરપંચે પોતાના હોદ્દોનો દુરુપયોગ કરીને પોતાના અંગત ઉપયોગ માટે ગૌચરની માટીનો ઉપયોગ કરેલ હોય જથી મોરબી ડી.ડી.ઓ. દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ નાના દહીંસરાનાં સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં માળિયા(મી.) તાલુકાના નાના દહીંસરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણભાઇ ગણેશભાઈ ભટાસણાએ નાના દહીંસરા ગામના ગૌચરની જાળવણી કરવાને બદલે પોતાના અંગત હિત માટે ગૌચરની જમીનમાંથી ૮૦ મીટર લાંબુ, ૧૫ મીટર પહોળું તેમજ ૨ મીટર ઊંડું ખોદકામ કરીને માટીનો ઉપયોગ કરેલ હોય જેથી સરપંચે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાના અંગત ઉપયોગ માટે ગૌચરની માટીનો ઉપયોગ કરેલ હોય, ફરજ બજાવવામાં દુર્વર્તન બદલ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) હેઠળ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા નાના દહીંસરા ગ્રામ પંચાયતનાં સરપંચ પ્રવિણભાઇ ગણેશભાઈ ભટાસણાને સરપંચનાં હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.