મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં બે લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. જેમાં મચ્છુ નદીના પાણીમા ડૂબી જવાથી આધેડનું મોત નીપજ્યું હતું. જયારે સુખપર ગામની સીમમા પાણીનાં ખાડામાં પડી જતા યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, માળીયા કંડલા ને.હા. રોડ મચ્છુ નદીના પાણીમાથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે મૃતદેહ અંગે હાઇવે પેટ્રોલીંગ મોબાઇલના ઇન્ચાર્જ મહેશભાઇ મકવાણાને જાણ થતા તેઓએ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. અને મૃતહેને પીએમ અર્થે માળીયા મી. સરકારી હોસ્પીટલ ખસેડ્યો હતો. તેમજ સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, સુખપર ગામની સીમમા દેવસીભાઇ રબારીની વાડીએ રહેતા મૂળ છોટાઉદેપુરના ભીમજીભાઇ ઉર્ફે ભીમાભાઇ નારણભાઇ તડવી નામના આધેડ સુખપર ગામની સીમમા ગળતીની પાણી ભરેલ ખાડીમા માછલી પકડવા તેમજ ન્હાવા માટે અવારનવાર જતા હોય જેથી એવા કારણોસર ખાડીમા ભરેલ પાણીમા પડી જવાથી પાણીમા ડુબી જવાથી મરણ જતા તેના મૃતદેહને બહાર કાઢી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાંઅકાળે મોતની નોંધ કરાવવામાં આવી હતી.