ગુજરાત પોલીસ દળમાં હમેશા માટે સ્ટેટ મોનિટરીંગ સેલની બોલબાલા રહેતી હોય છે. સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને અનેક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડતી હોય છે અને સૌથી વધુ પ્રોહીબિશનના કેસ કરતી હોય છે. ત્યારે એક વર્ષ દરમિયાન રાજ્યના અલગ-અલગ શહેરોમાં દરોડા પાડીને કરેલી કામગીરીની વિગતો જાહેર કરી છે. વર્ષ દરમિયાન ૨૦ કરોડ રૂપિયાની આસપાસનો દારૂ પણ પકડ્યો છે.
ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલના એડીશનલ ડીજી નીરજા ગોટરૂ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સતત કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી કામગીરીના આંકડા જાહેર કર્યા છે. જેમાં એક વર્ષ દરમિયાન પ્રોહિબિશનના ૪૬૬ કેસ અને જુગારના ૧૪૧ કેસ કરી ૭૪ લાખની રોકડ જપ્ત કરી હતી. જ્યારે ૨૦૨૨ ની સરખામણીએ દારૂના ૨૬ અને જુગારના ૨૧ કેસ વધુ કરી ૯.૫૦ કરોડનો દારૂનો જથ્થો વધુ પકડ્યો છે.સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શોધાયેલ જુગારના કેસોની વાત કરીએ તો ૨૦૨૨ માં ૧૨૦ કેસોમાં ૬૩,૭૪,૪૦૫ રોકડા સહિત ૨,૬૯,૪૧,૨૮૨ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ૨૦૨૩ ની વાત કરીએ તો ૧૪૧ કેસ કરી ૭૩,૯૬,૫૧૨ રોકડા સાથે કુલ ૩,૫૨,૮૬,૨૨૨ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ પ્રોહિબીશન ગુન્હા ની વાત કરીએ તો ૪૪૦ કેસમાં ૧૦,૪૦,૯૦,૨૧૨ દારૂનો જથ્થો તેમજ ૨૦,૦૬,૪૩,૬૭૪ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ૨૦૨૩ની વાત કરીએ તો વર્ષ દરમિયાન ૪૬૬ કેસ સાથે ૧૯,૯૭,૬૫,૯૦૫ ના દારૂના જથ્થા સાથે કુલ ૩૯,૭૫,૨૩,૯૭૩ નો મુદામાલ કબ્જે કર્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ૨૦૨૨ અને ૨૦૨૩ ના વર્ષમાં રેન્જ વાઇસ કરવામાં આવેલી કામગીરીની વાત કરીએ તો કમિશનર રેટ વિસ્તાર ૨૦૨૨માં ૧૪૬ કુલ કેસ સાથે ૧,૭૩,૨૧,૨૫૬ નો દારૂ તેમજ ૨૦૨૩માં ૧૨૯ સાથે ૨,૯૯,૩૮,૩૨૫ પ્રોહીબિશનનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, અમદાવાદ રેંજની વાત કરીએ તો ૨૦૨૨માં ૨૫ કેસ સાથે ૭૭,૫૪,૨૮૦ નો દારૂ તેમજ ૨૦૨૩માં ૨૬ કેસ સાથે ૨,૨૧,૪૯,૪૭૮ રૂપિયાનો દારૂ, ગાંધીનગર રેન્જ માં ૨૦૨૨માં ૨૩ કેસ સાથે ૧,૩૫,૦૪,૪૦૬ નો દારૂ તેમજ ૨૦૨૩ ૪૩ કેસ સાથે ૧,૯૬,૦૩,૭૪૯ નો દારૂ જ્યારે વડોદરા રેન્જ માં ૨૦૨૨ માં ૫૦ કેસમાં ૫૫,૫૨,૫૦૪ નો દારૂ જ્યારે ૨૦૨૩ માં ૬૫ કેસ સાથે ૨,૦૨,૧૩,૯૭૫ નો દારૂ પકડ્યો હતો. ગોધરા રેન્જમાં ૨૦૨૨માં ૫૨ કેસ સાથે ૧,૭૯,૯૩,૮૬૧ નો પ્રોહીબિશનનો મુદ્દામાલ જ્યારે ૨૦૨૩ માં ૬૩ કેસ સાથે ૧,૪૪,૫૧,૮૪૫ નો દારૂ, સુરત રેન્જમાં ૨૦૨૨ માં ૮૭ કેસ સાથે ૧,૦૯,૦૧,૩૯૧ નો દારૂ તેમજ ૨૦૨૩ માં ૫૫ કેસ સાથે ૧,૯૦,૦૦,૪૦૩ નો પ્રોહીબિશનનો મુદ્દામાલ, જૂનાગઢ રેન્જમાં ૨૦૨૨માં ૫ કેસ સાથે ૫૨,૧૨,૧૪૦ નો દારૂ જ્યારે ૨૦૨૩માં ૩ કેસ સાથે ૫૩,૪૦,૪૦૫ નો દારૂ, રાજકોટ રેન્જમાં ૨૦૨૨માં ૧૦ કેસ સાથે ૧,૧૦,૨૯,૮૯૦ નો દારૂ તેમજ ૨૦૨૩માં ૨૨ કેસ સાથે ૨,૫૮,૬૭,૭૦૦ નો પ્રોહિબીશનનો મુદ્દામાલ, ભાવનગર રેન્જમાં ૨૦૨૨માં ૭ કેસ સાથે ૮૬,૩૦૫ નો દારૂ, ૨૦૨૩માં ૩ કેસ સાથે ૧,૩૧,૧૨૫ નો પ્રોહિબિશન નો મુદ્દામાલ, બોર્ડર રેન્જમાં ૨૦૨૨ના વર્ષમાં ૨૮ કેસ સાથે ૧,૪૪,૮૮,૮૮૪ દારૂ તેમજ ૨૦૨૩માં ૫૨ કેસ સાથે ૪,૨૬,૭૭,૮૬૦ નો પ્રોહિનિશનનો તેમજ રેલવેની વાત કરીએ તો ૨૦૨૨માં ૭ કેસ સાથે ૨,૪૫,૦૨૫ નો દારૂ તેમજ ૨૦૨૩માં ૫ કેસ સાથે ૩,૯૧,૦૪૦ નો પ્રોહીબિશનનો મુદ્દામાલ કબ્જે કરી વર્ષ દરમિયાન લગભગ ૨૦ કરોડ રૂપિયાનો પ્રોહિબિશનનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.