મોરબીમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં દુકાનદારે સમાન લેવા આવતી યુવતીને અવાવરૂ ઓરડીમાં લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલું જ નહિ બનાવની હકીકત જાણવા ગયેલ ભોગ બનનારની માતા-બહેન અને ભાઈને પણ આરોપીઓએ માર માર્યો હતો. અને “થાય એ કરી લેજો” કહી પરિવારજનોને ઈસમે ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દુષ્કર્મી ઈસમ સહીત ત્રણ ઉસમો વિરુધ્ધ બે અલગ અલગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ ફરિયાદમાં ભોગ બનનાર ના ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેના બહેન આરોપી ગોપાલભાઇ ભોજાભાઇ મકવાણાની પાનની દુકાને વસ્તુ લેવા જતી આવતી હોય ત્યારે ભોગ બનનાર યુવતી ગત તા.૦૧/૦૧/૨૦૨૪ ના રાતના સમયે આરોપીની પાનની દુકાને વીમલ લેવા જતા આરોપીએ યુવતીને વસ્તુ આપવાના બહાને શેરીમા આવેલ અવાવરૂ ઓરડીમા લઇ જઇ ભોગ બનનારની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આઇપીસી 376(1) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજી ફરિયાદમાં ભોગ બનનાર ની બહેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમના બહેન ગત તા.૦૧/૦૧/૨૦૨૪ ના રાતના નવેક વાગ્યે વીમલ લેવા ગયેલ હોય લાંબો સમય થવા છતા તે પરત નહિ આવતા તેમની માતા તથા બહેનો તથા ભાઇ શોધવા જતા ભોગ બનનાર અવવારૂ ઓરડી તરફથી આવતા હોય તે બાબતે પુછતા ગોપાલ ભરવાડે નામના ઈસમે તેની સાથે ખરાબ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે ભોગ બનનારે દુષ્કર્મ થયાનુ જણાવતા તેમના પરિવારજનો આરોપી પાસે હકીકતની પુછપરછ કરવા આરોપીની દુકાને ગયો હતો. ત્યારે આરોપીએ થાય તે કરી લેજો એવુ કહી ગાળો આપતા મહિલાઓએ ગાળો નહિ આપવા કહેતા આરોપી ગોપાલભાઇ ભોજાભાઇ મકવાણા તથા તેની સાથેના બે અજાણ્યા માણસો પોતાના હાથમા લાકડાના ધોકા લઇ આવી મહિલાઓને ઢોર માર મારતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.