ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઈને અનેકવાર પ્રશ્નો ઉભા થતા હોય છે. જેને લઈને પોલીસ તંત્ર પણ વિવિધ સ્થળોએ રેઈડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી રહ્યું છે. ત્યારે ગઈકાલે ફરી મોરબી જિલ્લામાં બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. અને બે આરોપીઓની અટકાયત કરી છે. જયારે એક ઈસમ સ્થળ પરથી ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબી એસ.પી. રોડ વાયબ્રેશન સીલેકશન દુકાનમા રેઈડ કરી સ્થળ પરથી ચંદ્રેશભાઇ માધવજીભાઇ વૈષ્નાણી નામના શખ્સને ગેર કાયદેસર રીતે પોતાની દુકાનમા ભારતીય બનાવટની વિદેશી દારૂની જોહની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૩ બોટલનો રૂ.૪૫૦૦/- તથા બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્ર્કીની ર બોટલનો રૂ.૧૯૯૦/-નો મુદામાલ રાખી મળી આવતા પોલીસે ચંદ્રેશભાઇની સઘન પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું. જેને આ માલ અંકીત અરૂણભાઇ રાઠોડ પાસેથી મેળવ્યો છે. ત્યારે પોલીસે ચંદ્રેશભાઇ માધવજીભાઇ વૈષ્નાણીની અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી છે.
બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસે બાતમીનાં આધારે મોરબી તાલુકાના અમરનગર ગામની સીમ, રવી પ્લાઝા રોડ ઉપર રેઈડ કરી નરશીભાઇ વશરામભાઇ બાટી નામના શખ્સને ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ઓફીસર ચોઇસ ક્લાસીક વ્હીસ્કીની કાચની કંપની શીલપેક ૦૧ બોટલનાં રૂ.૩૨૦ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.