ટંકારા તાલુકાના નેકનામ ગામના મગનભાઈ પોપટભાઈ હરણીયા સહિત ગામના ૫૧ લોકોએ મોરબી એસપીને પત્ર લખીને નેક નામ ગામમાં થતી અવારનવાર ચોરીની ફરિયાદમાં એફઆઇઆર ન થતી હોવાનો અને કોઈપણ પ્રકારની તપાસ પણ ન થતી હોવાનો આક્ષેપ કરતો પત્ર લખ્યો છે. નેકના મ ગામે છેલ્લા 45 થી 60 દિવસમાં અંદાજે 15 થી 20 વખત અલગ અલગ પ્રકારની ચોરી બનાવો બન્યા છે અને ટંકારા પોલીસ સ્ટેશનને જાણ કરી હોવા છતાં માત્ર કાચા કાગળની વિગત લખી એફ આર લખતા ન હોય ગામજનોએ મોરબી એસપી પાસે એફઆઇઆર દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ટંકારા તાલુકાના નેકનામ ગામના ૫૦થી વધુ લોકોએ પોતાની સહી કરી ગામમાં છેલ્લા ૪૫ થી ૬૦ દિવસ દરમિયાન થયેલ ૧૫ થી ૨૦ અલગ અલગ પ્રકારની ચોરીના બનાવવામાં ટંકારા પોલીસ મથક દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવે અને ચોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે. મોરબી એસપીને પત્ર લખીને ગામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે અધિકારીઓ માત્ર કાચી ચિઠ્ઠી ઉપર યાદી ટેકવે છે પરંતુ એફ.આઇ.આર ફાડતાં નથી ત્યારે યોગ્ય પોલીસ અધિકારીની નિમણૂક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે ચોરને પકડવામાં આવે તે ઉપરાંત નેકનામ ગામમાં રાત્રી સમયે પોલીસનું પેટ્રોલિંગ કરાવવામાં આવે તેમજ GRD જવાનને ગામમા રોકી ચોરીના બનાવો અટકાવવાના આવે તેવી માંગ પણ ગામજનો દ્વારા કરવામાં આવી છે. તદુપરાંત ગામમાં થયેલ ચોરીના બનાવમાં ૧૩ જગ્યાએ ચોરીના બનાવોના સીસીટીવી ફૂટેજ હોવા છતાં FRI દાખલ કરાઈ નથી અને કામગીરી કરવામાં આવી નથી ત્યારે કમિટી રચના કરી ન્યાય આપવામાં આવે તેવી માંગ પણ નેકનામ ગામના લોકોએ કરી છે.