ભુજથી ૨૦ કિલોમીટર દૂર આવેલા ફોટડી ગામના વતની હસુભાઈ ભૂડીયા આફ્રિકામાં મોમ્બાસા ખાતે બિઝનેસ કરે છે. થોડા દિવસ પહેલા તેઓ માદરે વતન ગુજરાતમાં ભુજ ખાતે કચ્છી લેઉવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવ્યા હતા.
વતનની દીકરીઓ ભણી ગણીને ખૂબ આગળ વધે એવી ઈચ્છા ધરાવતા શ્રી હસુભાઈ ભૂડિયાએ સંસ્થા દ્વારા સંચાલિત હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓને માત્ર એક રૂપિયાના ટોકન દરે ભણાવવાનો નિર્ણય કર્યો. આ માટે તેઓએ ૧૫૦ કરોડના દાનની જાહેરાત કરી. સાવ સાદું જીવન જીવતા આ માણસે દીકરીઓના ઉદ્ધાર માટે ૧૫૦ કરોડ જેવી માતબર રકમ દાનમાં આપવાનો નિર્ણય પળ વારમાં જ કરી લીધો અને જ્યારે આ નિર્ણયની જાહેરાત થઈ ત્યારે સભામાં બેઠેલી દિકરીઓ રડી પડી. એક વતનપ્રેમી બિઝનેસમેનના આ દાનથી કેટલી બધી દીકરીઓના સપનાઓ પુરા થશે અને કેટલા બધા ઘરમાં જ્ઞાનનું અજવાળું ફેલાશે.સુભાઈએ એમના માતા – પિતા અને વડીલોની સ્મૃતિમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કુલ ૫૦૦ કરોડનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે.કળિયુગના કર્ણને કોટી કોટી વંદન.