મોરબીમાં આપઘાત અને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં પાંચ લોકોનાં અકાળે મોત નિપજ્યા હોવાનું પોલીસ ચોપડે દાખલ કરવામાં આવ્યું છે.
પ્રથમ બનાવમાં, ઊંચીમાંડલ ગામની સીમમાં આવેલ ઝારકો સીરામીકના લેબર ક્વાર્ટરમાં ૦૫/૦૧/૨૪ ના ૦૧:૦૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે ૨૬ વર્ષીય પિંકીબેન રાકેશભાઇ ચમારે કોઈપણ કારણોસર ઝારકો સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો પોતાની જાતે ખાઇ જતા મૃત્યુ પામ્યા હતાં. તેમના પતિ રાકેશભાઇ સરકારી હોસ્પિટલ મોરબી ખાતે તેમની ડેડબોડી લાવતા મોત રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.
બીજા બનાવમાં, મોરબીનાં જાંબુડીયા રોડ પર ઈટાકા સીરામીકના લેબર ક્વાર્ટરમાં લાલપર ગામની સીમમાં ૦૫/૦૧/૨૪ ના ૦૯:૩૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે ૨૨ વર્ષીય મનિષભાઇ ગરબીદાસ વર્માં કોઇ કારણોસર લેબર ક્વાટરની છત પરથી પડી જતા શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત્યુ પામતા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ડેડબોડી લાવતા ડૉકટરે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી..
ત્રીજા બનાવમાં, મોરબી જિલ્લાના વાંકાનેરના વિશિપરા શેરી નં -૩ ખાતે રહેતી ૧૫ વર્ષીય ભૂમિકા બેન જનકભાઈ રોજાસરાએ ૦૪/૦૧/૨૦૨૪ ૦૭:૧૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતાના ઘરે કોઇ કરણોસર ગળે ફાસો ખાઇ આત્મ હત્યા કરી લેતા મૃત્યુ પામી હતી. જેની ટેલિફોન દ્વારા જીવતિબેન લક્ષ્મણભાઇ રોજાસરાએ જાણ કરી હતી. જે બાબતની જાણ કરતા ઇંક્વેસ્ટ પંચનામાં માટે મેજિસ્ટેટને યાદી પાઠવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ચોથા બનાવમાં, વાંકાનેર રાજકોટ રેલ્વે ટ્રેક સાતનાલા પાસે વાંકાનેરના પેડક સોસાયટી દિગ્વીજયનગર ખાતે રહેતા ૪૧ વર્ષીય જગદિશભાઈ વશરામભાઈ વોરાએ કોઈ અગમ્ય કારણોસર ૦૫/૦૧/૨૦૨૪ ના ૦૯:૫૦ પહેલા કોઈ પણ સમયે રેલ્વેના ટ્રેક પર ટ્રેન આવતા પડતુ મુકતા શરીરે ગંભીર ઈજા તથા કમરના ભાગેથી બે કટકા થઈ જતા મૃત્યુ પામ્યા છે. જે બાબતની જાણ તેમના પિતા વશરામભાઈ મોહનભાઈ વોરાએ કરતા વાંકાનેર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પાંચમા બનાવમાં, વાંકાનેર તાલુકાનાં જેપુર ખાતે રહેતા ૪૫ વર્ષીય રાયધનભાઇ વાલાભાઇ ચાવડાએ ગઇ તા.૧૭/૧૨/૨૦૨૩ ના રોજ કોઇ કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા પ્રથમ કુવાડવા ગીરીરાજ હોસ્પીટલ બાદમાં ઓમેગા હોસ્પીટલ રાજકોટ અને ત્યાર બાદ એમ.જે.દોશી હોસ્પીટલ રાજકોટમાં તા. ૨૯/૧૨/૨૦૨૩ ના સારવારમાં દાખલ કરતા સારવાર દરમ્યાન તા.૦૧/૦૧/૨૦૨૪ ને ૦૧/૧૫ વાગ્યે ડો. હિતેશે તપાસી મૃત્યુ થયાનું જાહેર કરતા વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.