Wednesday, November 20, 2024
HomeGujaratનવયુગ શૈક્ષણિક સંકુલ બન્યુ રામમય:અક્ષત કળશ યાત્રાનું નવયુગ પરિવારના આંગણે ભવ્ય સ્વાગત...

નવયુગ શૈક્ષણિક સંકુલ બન્યુ રામમય:અક્ષત કળશ યાત્રાનું નવયુગ પરિવારના આંગણે ભવ્ય સ્વાગત કરાયુ

નવયુગ શૈક્ષણિક સંકુલ આજે અયોધ્યા સરીખું, રામ મય બનીને જય જય શ્રીરામ ના નારાઓથી ગુંજી ઉઠયું હતું. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે આગામી તારીખ ૨૨મી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં યોજાનાર ભવ્ય રામ મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, ભગવાન શ્રીરામની યશોકિર્તીગાથા અને રામ મંદિરના નિર્માણ વિશે વિગતવાર માહિતી આપવા માટે અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

નવયુગના પ્રાંગણમાં પ્રવેશતા કષ્ટભંજનદેવના ચરણોમાં શિશ નમાવ્યા બાદ બાળ સ્વરૂપ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની આગેવાનીમાં અક્ષત કળશને શિશ પર ધારણ કરીને નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન પી. કાંજીયા અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા સાહેબે મંચસ્થ રામ ભગવાનના ચરણોમાં કળશને સ્થાપિત કર્યો હતો. કળશયાત્રાનું સ્વાગત એન.સી.સીના કેડેટ્સ અને પુષ્પોના વરસાદ સાથે નવયુગની બાળાઓએ સામૈયા સાથે કર્યુ હતું. બાળકોએ શ્રીરામના ચરણોને સ્વાગતગીત, શૌર્યગીત અને શબ્દોથી પખાળ્યા હતા. આ સાથે ઉપસ્થિત મહેમાનોએ અયોધ્યામાં રામ મંદિરના પુરાતન ઇતિહાસથી લઈને નવનિર્મિત રામ મંદિરની પુનઃપ્રાણપ્રતિષ્ઠાની વિગતવાર માહિતી તમામ વિદ્યાર્થીઓને આપી હતી. અને ૨૨ જાન્યુઆરીના દિવસે દરેક ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાય અને દરેક ઘરોમાં દિપ જલાવીને ક્ષણને વધાવીને પ્રાણપ્રતિષ્ઠાના અભિજિત મુહૂર્ત સમયે દરેક વિદ્યાર્થી પોતાનાં ઘરની નજીકના મંદિરે મહાઆરતીમાં જોડાય તેવુ આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેમાન કાર્યકરો મહેન્દ્રભાઈ સવસાણી, ભાવિકભાઈ ભટ્ટ, રાજુભાઈ બદ્રકીયા, મિલનભાઈ પૈડા, જયદીપભાઈ દેત્રોજા, રૂપેશભાઈ રાણપરા અને દિનેશભાઈ સાણજા સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!