હળવદ તાલુકાના ટીકર ચોકડી પાસે એક યુવાન તેના બનેવી અને ટ્રેકટર ચાલક સાથે ટ્રેક્ટરના ટાયર બદલવાનું પૂછવા જતાં નીચે ઊતરતી વખતે ટ્રોલીમાંથી નીચે પડી જતા માથાના ભાડે ઈજા પહોંચી હતી. જો કે ત્યાર બાદ મજૂરી કામ માટે ગયા બાદ નહિ ઉઠતા ટ્રેકટર ચાલકે તેને સુવડાવી દીધો હતો. જો કે બીજા દિવસે સવારે તબિયત બગડતા યુવકને સારવારમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના ટીકર ચોકડી પાસે તથા જોગડ ગામની સીમમાં રહેતા અને મૂળ એમ.પી નાં ધાટીયાનાં ૩૫ વર્ષીય ખુમાનભાઇ રાલુભાઇ ડોડિયાર તેમના બનેવી તથા શંભુભાઇ મગનભાઇ કટારા ટ્રોલી વાળું ટ્રેકટર ટીકર ચોકડીએ ટાયર બદલવાનું પુછવા જતાં ખુમાનભાઈ ટ્રોલીમાંથી નીચે ઉતરવા જતા અચાનક ટ્રોલીમાંથી નીચે પડી જતા માથાના પાછળના ભાગે ઇજા થઇ હતી. શંભુભાઇએ ખુમાનભાઇને ટ્રોલીમાં બેસાડ્યા બાદ બંને જણા ટ્રેકટર લઇ પોતાની મજુરી કામ કરતા જોગડ ગામની સીમમાં ઝુપડાએ ગયા હતા. ખુમાનભાઇને શંભુભાઇએ ટ્રોલી માંથી ઉઠાડતા ઉભો નહિ થતાં ટ્રોલીમાં ઓઢાડીને સુવડાવી દીધો હતો. સવારે ખુમાનભાઇની તબીયત બગડતા ડોકટરને સારવાર માટે બોલાવ્યા બાદ, વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હળવદ સરકારી દવાખાને લઇ જતા ફરજ પરના ડોકટરે મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું.