મોરબીનાં વકીલો દ્વારા સ્લમ વિસ્તારમાં લોકો માટે અનોખી પહેલ કરવામાં આવી છે. મોરબીનાં વકીલો દ્વારા પોતાની સામાજિક જવાબદારી સમજીને સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને જરૂરી શિક્ષણ અને જરૂરી તમામ સરકારી આઘાત પુરાવા મળી રહે તે માટે જિલ્લા સરકારી વકીલ ની આગેવાની હેઠળ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની તથા તેમની ટીમ દ્વારા સ્લમ વિસ્તારમાં જઇને બાળકોને શિક્ષણ મળે તેમના આધાર, રેશન કાર્ડ સહિતના આઘાત પુરાવા મળી રહે અને સરકારી સહાયનો લાભ મળે તેવા આશય સાથે વકીલો દ્વારા મોરબી મચ્છુ નદીના પુલ પાસે આવેલ પાડા પુલના નીચેના ભાગ આવેલ ઝૂંપડપટ્ટીના વિદ્યાથીઓના પરિવારના ડોક્યુમેન્ટ એકત્રિત કરી ડેટા મેળવવામાં આવ્યો છે. તેમજ કલેકટર સાથે બેઠક કરી સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને સરકારી સહાય તેમજ તેમના બાળકોને શિક્ષણ મળે તેવો પ્રયાસ કરવામાં આવશે તેમ વિજયભાઈ જાની એ જણાવ્યું છે.