મોરબીના સામાજીક કાર્યકર્તાઓએ મોરબી એસપીને મોરબીનાં શનાળા રોડ,ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ સુધી ભયંકર ટ્રાફિકની સમસ્યાને લઈને યોગ્ય નિરાકરણ કરવા બાબતે પત્ર લખી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માંગ કરી છે. શનાળા રોડ પર આવેલ બિલ્ડિંગોમાં તેમજ મોલમાં પાર્કિગની વ્યવસ્થા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેવી પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
મોરબીના સનાળા રોડ સ્કાય મોલ પાસે જમણી અને ડાબી સાઈડ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તેમજ ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ સુધી પણ ભયંકર ટ્રાફિક સમસ્યા ઉદભવે છે. જ્યાં અંદાજે 15 થી 20 હોટલો આવેલી છે અને તેનું પાર્કિંગ નથી જેથી કરીને લાખો રૂપિયાના ખર્ચે બનેલ રોડ ઉપર આડેધર લોકો વાહન પાર્ક કરે છે. જેથી હોટેલ ધારકો પણ પાર્કિંગની સુવિધા રાખે તેમજ આ રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્ષ, સ્કાય મોલ તથા સિનેમા હોલમાં પણ પાર્કિગની વ્યવસ્થા નથી. તેથી આજુબાજુમાં સોસાયટીઓ અને સ્કૂલ હોવાથી એક્સિડેન્ટનો ભય રહે છે. તેમજ 108 કે એમ્બ્યુલન્સ ઇમરજન્સીમાં નીકળી ન શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે. જેની અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. તેવી અરજી સાથે આજરોજ મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે,જગદીશભાઈ જી. બાંભણિયા અને સેતા ચિરાગ ભાઈ દ્વારા મોરબી એસપી, ધારાસભ્ય,કલેકટર, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને પત્ર લખી ટ્રાફિક સમસ્યા દૂર કરી એસપી સાહેબ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરાઇ છે.