મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા નવયુગ વિદ્યાલય ખાતે ‘વાલી મિટિંગ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં KG તથા ધોરણ:- ૧ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યકમમાં પ્રખ્યાત મોટીવેશનલ અને સુપ્રસિદ્ધ કેળવણીકાર એવા નેહલબેન ગઢવી દ્વારા માતા -પિતાને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
નવયુગ શૈક્ષણિક સંકુલના જણાવ્યા અનુસાર, નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય દ્વારા ગત તા.૭/૧/2૨૪ ને ગુરુવારે KG તથા ધોરણ:- ૧ થી ૧૨ ના વાલી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત મોટીવેશનલ અને સુપ્રસિદ્ધ કેળવણીકાર એવા નેહલબેન ગઢવી દ્વારા માતા -પિતાને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાસરના વક્તવ્ય દ્વારા વાલીઓને સંબોધવામાં આવ્યા હતા. તેમજ નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન પી. કાંજીયા તેમજ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવસર સરસાવાડિયાએ હાજરી આપી હતી. આ વાલી સેમિનારમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી.