અયોધ્યામાં ભગવાન રામ ૨૨ તારીખે બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે સાંસ્કૃતિક સેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સબકે રામ, ઓન ઇન્સ્ટાગ્રામ એક સપ્તરંગી સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં રામ,રામાયણ,રામાયણનાં પાત્રો, પ્રસંગ, મૂલ્યો અને વર્તમાન સમયને લગતા વિષયો પર કાવ્ય લેખન અને પઠન, એક પાત્રી અભિનય, ગીત- સંગીત, ભજન મંડળી, ચિત્રકલા, નૃત્ય અને વાર્તા કથન સહિતની વિવિધ કલા ઈન્સ્ટાગ્રામના માધ્યમથી શેર કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
‘સબકે રામ, ઓન ઇન્સ્ટાગ્રામ’ રજીસ્ટ્રેશન ફોર્મ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રાણપ્રતિષ્ઠા સંદર્ભે શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાજપ-ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા કલા-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામ, રામાયણ, રામાયણના પાત્રો, પ્રસંગ, રામજન્મ ભૂમિ તીર્થ અને તે માટેનો સંઘર્ષ, વર્તમાન સમયમાં રામાયણ અને તેના મૂલ્યો વગેરે કોઈપણ રામાયણને લગતા વિષય પરનાં સર્જન વિવિધ કળા માધ્યમો દ્વારા રજૂ કરી ભાગ લઈ શકશે. જેમાં ૦૧ જાન્યુઆરી સુધી ૧૦ વર્ષથી વધુ સુધી ઉંમરના દરેક વ્યક્તિ ભાગ લઈ શકશે. જેમાં વધુમાં વધુ ત્રણ મિનિટ સુધી કાવ્ય રચના ( પોતાના મૌલિક કાવ્યનું પઠન), ચિત્રકલા, એક પાત્રી અભિનય /મોનોએક્ટીંગ, ગીત-સંગીત (સોલો તેમજ ગ્રુપ ),નૃત્ય (સોલો તેમજ ગ્રુપ
વાર્તા કથન / પ્રસંગ પ્રસ્તુતિ તેમજ
ભજન મંડળી પણ ભાગ લઈ શકશે અને તેના માટે ૧૩/૦૧/૨૦૨૪ સુધીમાં https://forms.gle/B2d9FbazdWDMW93W9 લિંક પર રજીસ્ટર કરી ભાગ લઈ શકાશે તેમજ પોતાની કૃતિ ૧૮/૦૧/૨૦૨૪ સુધી અપલોડ કરી શકશે તેવી જાહેરાત ગુજરાત સાંસ્કૃતિક સેલ ભાજપ દ્વારા કરવામાં આવી છે.