મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હથિયાર બંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં અમુક ઈસમો જાહેરમાં રોફ જમાવવા માટે જાહેરમાં હાથિયારો લઈ નીકળતા હોય છે ત્યારે આવા લોકો પર પોલીસે ઘોસ બોલાવી છે અને ગઈકાલે માળીયા મી.નાં જખરીયા વાંઢ પાસેથી એક ઈસમને જામનગરી બંદુક સાથે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, એસ.ઓ.જી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળી હતી કે, માળીયાથી જખરીયા વાંઢ તરફ જતા રોડ ઉપર એક ઈસમ જાહેરમાં દેશી બનાવટની જામનગરી બંદુક લઇ નિકરેલ છે. જે હકીકતના આધારે પોલીસે માળીયાથી જખરીયા વાંઢ તરફ જતા રોડ ઉપર આવેલ પવનચક્કીથી થોડા આગળ રોડની સાઇડે બાવળની કાંટ્ પાસે રેઈડ કરી રજાકભાઇ બાવલાભાઇ જામ નામના શખ્સને રૂ.૨૦૦૦/- ની કિંમતની લાયસન્સ કે પરવાના વગરઈ દેશી બનાવટની જામનગરી બંદુક (હથિયાર) સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.