મોરબી તાલુકાના ખાખરાળા ગામે કાંજીયા પરિવાર બહુચરધામ દ્વારા આગામી તા. ૧૬ થી તા. ૧૮ સુધી બાલા ત્રિપુરા સુંદરી બહુચરાજી માતાજીની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ટ્રાઇ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજમાન પદે મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા બેસવાના છે
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ કાંજીયા પરિવાર દ્વારા શ્રી બાલા ત્રિપુરા સુંદરી બહુચરાજી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા. ૧૬ ને મંગળવારથી ત્રણ દિવસ સુધી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલવાનો છે. જેમાં પ્રથમ દિવસે તા. ૧૬ ને મંગળવારના રોજ દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, સાંજે મંડપ પ્રવેશ, સ્થાપન પૂજન, ગ્રહ હોમ અને સાંજે આરતી કરવામાં આવશે. તેમજ બીજા દિવસે તા. ૧૭ ને બુધવારના રોજ સવારે ગણપતિ પૂજન, સ્થાપન પૂજન, જલયાત્રા, પ્રધાન પૂજન, પ્રસાદ વાસ્તુ, પ્રધાન હોમ, સાંજે સામૈયા તેમજ કુટીર હોમ અને આરતી યોજાશે. જયારે તૃતીય દિવસે તા. ૧૮ ને ગુરુવારે સવારે સ્નપન વિધિ, બપોરે પ્રાણ પ્રતિષ્ઠા, બપોરે સંતો મહંતોના આર્શીવચન, સ્વાગત સન્માન અને સાંજે ૫ કલાકે પુર્ણાહુતી અને મહા આરતી તેમજ સાંજે ૬ કાલકે મહાપ્રસાદ નવા પ્લોટ વિસ્તાર ખાખરાળા ગામે યોજાશે.