રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ એસપી રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા બાતમીના આધારે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને કચ્છ જિલ્લાના અંજાર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય દરમિયાન તેઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુન્હાનો નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઠમકરારામ બિશ્નોઇ (રહે. ડેડવા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)) હાલે કચ્છ જિલ્લાના અંજાર ખાતે છે. જે હકીકતના આધારે પોલીસે ટીમ બનાવી સ્થળ પર જવા રવાના કરતા ટીમે બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઠમકરારામ બિશ્નોઇ શિવ લોજીસ્ટ મેઘપર બોરીચી ખાતેથી ગઈકાલે તા.૧૨/૦૧/૨૪ ના રોજ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. અને આગળની કાર્યવાહી અર્થે માળીયા મીયાણા પોલીસને સોંપવામાં આવ્યો હતો.