મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂની હેરાફેરીના ગુન્હામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી એલ.સી.બી. પી.આઈ. ડી.એમ. ઢોલએ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટએ પ્રોહિબીશનના દેશીદારૂના ગુનાઓમાં સંડોવાયેલ અલીભાઇ મામદભાઇ પલેજા (રહે.કાલીકા પ્લોટ, શેરી નં.-૦૩, જલાલચોક મોરબી)નું પાસા વોરંટ ઇશ્યુ કકર્યું હતું. જે ઇસમની સત્વરે અટકાયત કરવા એલ.સી.બી. પી.આઈ. ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસની ટીમ બનાવી અલીભાઇ મામદભાઇ પલેજાને ગઈકાલે તા.૧૨/૦૧/૨૦૨૪ ના રોજ પકડી પાડી પાસા એકટ તળે ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.