Tuesday, November 19, 2024
HomeGujaratઉતરાયણ પૂર્વે મોરબી ફાયર વિભાગ માટે દિવાળી જેવી કામગીરી: ચાર સ્થળોએ આગ...

ઉતરાયણ પૂર્વે મોરબી ફાયર વિભાગ માટે દિવાળી જેવી કામગીરી: ચાર સ્થળોએ આગ લાગતાં મોરબી ફાયર ટીમની દોડધામ

સામાન્ય રીતે દિવાળી આસપાસને દિવસોમાં ફાયર વિભાને ખૂબ કામગીરી રહેતી હોય છે પરંતુ હાલમાં ઉતરાયણ પૂર્વે જાણે દિવાળીના દિવસો હોય તે રીતે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનો સતત રેસ્ક્યુ અને ફાયરના બનેલ કુલ ચાર બનાવમાં દોડતાં રહ્યા હતાં.મોરબીનાં અલગ વિસ્તારમાં આગ લાગવાના બનાવો બન્યા હતા.તો એક જગ્યાએ કેનાલમાંથી ડેડબોડી મળી આવતા તેને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો સતત દોડતા નજરે પડતાં હતાં. ત્રણ જગ્યાએ આગ લાગવાનો જ્યારે એક જગ્યાએ રેકસ્યું કરવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં ધુટું પાસે મોટી કેનાલમાંથી કચ્છ ભુજનાં ડ્રાઇવર ૨૨ વર્ષીય શકુરબસલ રાયસીની ફાયર ટીમે ૧૪ કલાકની ભારે જહેમત બાદ ડેડબોડી બહાર કાઢી હતી. જ્યારે અનુપમ સોસાયટી નજરબાગ રેલવે સ્ટેશન રોડ પર ઈલેક્ટ્રીક લાઇટનાં ટીસીના કારણે કચરામા આગ લાગવાનો બનાવ ૦૪:૨૮ કલાકે કોલ મારફતે ધ્યાનમાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચ્યું હતું. ત્રીજા બનાવમાં સામાકાંઠે માળીયા ફાટકથી આગળ ઉમિયા હોટલની પાછળ પી ડબ્લ્યુનાં રહેવાના કવાટર (ઘર)માં આગ લાગી હતી. મામદભાઈ આદમભાઈ મોવરનાં મકાનના એક રૂમનો સામાન બળીને ખાખ થઈ હતો જ્યારે બીજા રૂમનો સામાનમાં આગ લાગે તે પહેલા ફાયર ટીમે બચાવ્યો હતો. તેમજ એક LPG cylinder, આશરે ૨૮૦૦૦ ના કિંમતના બે મોબાઈલ અને વૉલેટ આગનાં સમયે જ બહાર કાઢી લીડિંગ ફાયરમેન જયેશ ડાકી અને ફાયર સ્ટાફએ માલિકને સોંપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી જાનહાનિ અટકાવી હતી. તેમજ વાવડીરોડ પર સ્વસ્તિક સોસાયટીમાં વાડામાં પડેલ GJ 01 DN 7503 બાઈકમાં આગ લાગતાં ૧૦:૫૧ ફાયર વિભાગના જાણ કરતા ઘટના સ્થળે પહોંચી બાજુમાં LPG cylinder સ્ટોર આવેલ હોય પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી ફાયર ટીમે મોટી દુર્ઘટના થતી ટાળી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!