Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી જિલ્લાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જલસા કરો:ઉતરાયણના બીજા દિવસે રજા...

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જલસા કરો:ઉતરાયણના બીજા દિવસે રજા જાહેર કરાઈ 

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઉતરાયણના બીજા દિવસે વાસી ઉતરાયણની જાહેર રજા જાહેર કરી છે. મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં પરિપત્ર જાહેર કરી રજા જાહેર કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

નાના મોટા સૌ કોઈ મકર સંક્રાંતિનો તહેવાર ઉલ્લાસથી ઉજવતા હોય છે ત્યારે બાળકોથી માંડીને મોટા સૌ મકરસંક્રાંતિના બીજા દિવસે વાસી ઉતરાયણ ઉમંગભેર ઉજવતા હોય છે. ત્યારે શિક્ષણની જેમ ઉત્સવોનું પણ જીવનમાં અનેરુ મહત્વ હોય છે. એ વાતને ધ્યાને રાખીને આ વખતે મકરસંક્રાંતિ રવિવારના દિવસે હોય પછીનો સોમવારનો દિવસ ચાલુ દિવસ હોય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સારી રીતે તહેવારને માણી તેમજ ઉજવી શકે એવા શુભ આશયથી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતાને મળેલ સત્તાની રૂએ તારીખ ૧૫ /૦૧/૨૦૨૪ને સોમવારના રોજ મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં પરિપત્ર જાહેર કરી રજા જાહેર કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!