Monday, November 18, 2024
HomeGujaratમોરબીના વાડી વિસ્તારના પ્રશ્નો ઉકેલવા બાબત ધારાસભ્ય અને સંસદસભ્યને રજુઆત કરતા રહીશો

મોરબીના વાડી વિસ્તારના પ્રશ્નો ઉકેલવા બાબત ધારાસભ્ય અને સંસદસભ્યને રજુઆત કરતા રહીશો

મોરબીના માધાપર ઓ.જી. વિસ્તારમાં ત્રણ રોડ અને આંગણવાડીનું મકાન મંજુર કરતા પદાધિકારીઓ

- Advertisement -
- Advertisement -

મોરબીના માધાપરવાડી સહિતની જુદા જુદા વાડી વિસ્તારના લોકો પોતાની માલિકીના ખેતરમાં વડીલ ઉપારજીત ખેતર વાડીમાં રહેણાંક મકાન બનાવતા હોય સિંગલ ફેઝ કનેક્શન લેવા માટે એક સર્વે નંબરના 7-12 અને 8 માં જેટલા નામો આવતા હોય એ બધાની સહીઓ લેવી પડે છે જેમાંથી ઘણા બધા હયાત ન હોય અનેક લોકોના સોગંદનામા કરવા પડે છે જે ખુબજ મુશ્કેલ ભર્યું અને અશક્ય કામ હોય લોકો સિંગલ ફેઝ કનેક્શન મેળવી શકતા નથી એજ પ્રમાણે માધાપરવાડી વિસ્તારના લોકો પોતાની માલિકીના ખેતર વડીલોપારજીત જમીનમાં જ વસવાટ કરતાં હોય છે અને નાના મોટા વ્યવસાય માટે દુકાન, કારખાના,ગૃહ ઉદ્યોગ કરતા હોય છે,જેમાં થ્રિ ફેઝ ઇલેક્ટ્રિક કનેક્શનની જરૂર પડતી હોય છે પણ વ વસવાટ કરતાં હોય છે અને નાના મોટા વ્યવસાય માટે દુકાન, કારખાના, ગૃહ ઉદ્યોગ કરતા હોય છે,જેમાં થ્રિ ફેઝ ઇલેક્ટ્રિક કનેક્શનની જરૂર પડતી હોય છે પણ વાડી વિસ્તારમાં પી.જી.વી.સી.એલ. દ્વારા થ્રિ ફેઝ વીજ કનેક્શન આપતા ન હોય લોકોને ખુબજ હાલાકી સહન કરવી પડતી હોય વાડી વિસ્તારમાં થ્રિ ફેઝ કનેક્શન મળે એ બાબતે તેમજ કેનાલ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ વિસ્તાર માટે કેનાલ પર રોડ બની રહ્યો છે એ રોડને 700 થી 800 મીટર લંબાવવામાં આવે તો મોટા ભાગનો વાડી વિસ્તાર કવર થઈ શકે તેમ છે જેથી લોકોને આવવા જવા માટેની મુશ્કેલીઓ નિવારી શકાય એ બાબતે યોગ્ય કરવા માટે વાડી વિસ્તાર રહીશોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને આવેદન અર્પણ કરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં માધાપરવાડી ઓ.જી.વિસ્તારમાં આવેલ હતા એ વખતે જયંતિભાઈ પડસુંબિયા પૂર્વ કારોબારી ચેરમેન, દુલર્ભજીભાઈ દેથરીયા અને મોહનભાઈ કુંડારિયા વગેરેએ જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી ત્રણ રોડ અને નાના ભૂલકાં માટે આંગણવાડીનું મકાન મંજુર કરવાની જાહેરાત કરતા ઉપસ્થિત લોકોએ આ જાહેરાતને વધાવી લીધી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!