Monday, November 18, 2024
HomeGujaratકેન્દ્ર સરકારનાં MSME નાં અધિકારીઓએ મોરબી સિરામિક LLPની મુલાકાત લીધી

કેન્દ્ર સરકારનાં MSME નાં અધિકારીઓએ મોરબી સિરામિક LLPની મુલાકાત લીધી

  1. કેન્દ્રના એમએસએમઇ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ગઈકાલે મોરબીની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ ઇનડીઝાઈન સિરામિક એલએલપી ની મુલાકાત લઈને સિરામિક એસો.ના હોદેદારોનાં પ્રશ્નો સાંભળ્યા હતા.


મળતી માહિતી મુજબ, ગઈકાલે મીનીસ્ટરી ઓફ એમએસએમઈ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી એસ સી એલ દાસ, આઈઈડીએસ પી એન સોલંકી, ડેપ્યુટી એન્ડ હેડ ઓફીસ એમએસએમઈ-ડીએફઓ અમદાવાદના આઈઈડીસી સ્વાતી અગ્રાવત અને આસીસ્ટન્ટ ડાયરેક્ટર કુએન્ડ ઇન્ચાર્જ બી.આર એમએસએમઈ-ડીએફઓ રાજકોટ સહિતની ટીમે મોરબી ખાતે ઇનડીઝાઈન સિરામિક એલએલપી ની મુલાકાત કરી હતી.જ્યાં કંપનીના મેનેજીંગ ડીરેક્ટર સુનીલ મિત્તલ સહિતના ભાગીદારો અને ઉધોગકારોએ ઉષ્માભેર તેમનુ સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા, હરેશભાઇ બોપલિયા, વિનોદભાઇ ભાડજા તથા મુકેશભાઇ ઉઘરેજા અને ઉધોગકારો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ અધિકારી સમક્ષ ઉધોગને લગતી સમસ્યાઓની રજુઆત કરી હતી. આ સમશ્યાના ઉકેલ અંગે એસ સી એલ દાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને યોગ્ય ડીપાર્ટમેન્ટ દ્વારા સિરામિક ઉધોગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપી હતી.ભવિષ્યમાં સિરામિક ઉધોગના વિકાસ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વિવિધ શાખાઓના સહયોગથી ઉધોગના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!